જુઓ અલી-રિચાના પ્રી વેડિંગ સેરેમનીના ફોટો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:29:12

રિચા ચઢ્ઢા તથા અલી ફઝલે પ્રી વેડિંગ સેરેમનીની પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે.  થોડા દિવસમાં બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે ત્યારે આજે 30 સપ્ટેમ્બર એટલે આજે તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અલી ફઝલે અબુ જાની તથા સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા આઉટફિટ પહેર્યા છે અને રિચા ડિઝાઇનર રાહુલ મિશ્રાના કસ્ટમ મેડ આઉટિફટમાં છે.

 

કઈ રીતે મળ્યા અલી અને રિચા?

રિચા તથા અલી 2012માં 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. હવે બંને 'ફુકરે 3'માં સાથે જોવા મળશે. સાત વર્ષના ડેટિંગ બાદ અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને કારણે આ શક્ય બન્યું નહોતું.

 
સંગીતમાં આ ગીત પર કર્યો ડાન્સ !!!!!

અલી તથા રિચા 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. આ ફિલ્મને કારણે બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. સૂત્રોના મતે, એક્ટ્રેસે સંગીતમાં આ ફિલ્મનું ગીત 'અંબરસરિયા..' ગીત પર ડાન્સ કર્યો હતો. અલી ફઝલે 'નાયક નહીં ખલનાયક હૂ..' પર પર્ફોર્મ કર્યું હતું.

 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે