‘છેલ્લો શો’ ભારતીય ફિલ્મ છે જ નહીં ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:47:20

 

ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શોને ભારત દ્વારા ઓસ્કારમાં પ્રવેશ તરીકે મોકલવામાં આવી હતી. અંગ્રેજીમાં તેને ધ લાસ્ટ ફિલ્મ શો કહેવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને લઈને નવા વિવાદો થઈ રહ્યા છે. પહેલા મુદ્દો એ હતો કે આ ફિલ્મને RRR કરતાં શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું. જ્યારે RRR ઓસ્કાર જીતવાની શક્યતાઓ વધારે હતી. કારણ કે દુનિયાભરના દર્શકો એ ફિલ્મથી વાકેફ હતા. હવે એક નવો મુદ્દો ઉભો થયો છે. છેલ્લો શો  પર એવા આરોપો છે કે તે ભારતીય ફિલ્મ નથી. તો પછી તેને ઓસ્કારમાં કેમ મોકલવામાં આવ્યો? આ સાથે તેને વિદેશી ફિલ્મની નકલ પણ કહેવામાં આવી રહી છે

 

FWICEનો આક્ષેપ

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ નામની સંસ્થા છે. તેણે આરોપ લગાવ્યો કે 'છેલ્લો શો' ભારતીય ફિલ્મ નથી. કારણ કે આ ફિલ્મનો મુખ્ય નિર્માતા ઓરેન્જ સ્ટુડિયો છે. જે ફ્રેન્ચ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. ઓરેન્જ સ્ટુડિયોની વેબસાઈટ પર આ ફિલ્મને ભારત અને ફ્રાન્સની સંયુક્ત ફિલ્મ તરીકે પણ વર્ણવવામાં આવી છે. જોકે, આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સે ખરીદી લીધી છે. પરંતુ FWICE કહે છે કે જે ફિલ્મ ઇન્ટરનેશનલ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે, તે ભારતીય ફિલ્મ કેવી રીતે હોઈ શકે! અને જે ફિલ્મ ભારતીય નથી તેને ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા શા માટે મોકલવામાં આવી?

 

મૂવી પર આરોપ

FWICE એ 'છેલ્લો શો' પર ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 'સિનેમા પેરાડિસો' 1988માં રિલીઝ થઈ હતી. તેને ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. 'છેલ્લો  શો' અને 'સિનેમા પેરાડિસો'ના પોસ્ટરમાં પણ ઘણી સામ્યતા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે