વર્લ્ડ સ્કૂલ ચેસમાં સુરતની વાકાને ગોલ્ડ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 17:25:02

 સુરતની 7વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામ કર્યો છે.વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.         

2018માં સુરતમાં જન્મેલી વાકાએ ફક્ત 18 મહિનામાં આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. 2023ના ઑગસ્ટથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને આજે એ સૌથી નાની વયની વિજેતા બની છે.     

આધુનિક ભારતમાં ચેસના ઉદયનો શ્રેય પાંચ વખત વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને આપવામાં આવે છે.વિશ્વનાથ આનંદે ઘણા ટાઇટલ જીત્યા છે અને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. સૌથી નાની વયે જયારે પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને હરાવ્યા ત્યારે અપસેટ સર્જ્યો હતો.હાલમાં વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ ડી ની જીત બાદ તો ચેસની રમતને વધુને વધુ બાળકો રમતાં થયા છે.

ચેસની સામાન્ય જાણકારી : 
ચેસના દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં ૧ રાજા, ૧ રાણી, ૨ ઊંટ, ૨ ઘોડા, ૨ હાથી અને ૮ સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.

ચેસ અંગે ઘણી રસપ્રદ વાતો છે

પુરાણ કાળમાં ચેસએ 6 ઠી સદીમાં રમાતી ચતુરંગાની રમત ભારત મૂળનો ઇતિહાસ ધરાવે છે. માનવામાં આવે છે કે 6 ઠ્ઠી સદી સી.ઇ.માં ગુપ્તા સામ્રાજ્ય દરમિયાન ચતુરંગાની રમત માંથી CHESSનો  ઉદ્ભવ થયો હતો.ચેસને ચતુરંગા રમત કહેવાતી હતી.ચતુરંગાએ યુદ્ધ સમયે કેવી રીતે દુશ્મનને હરાવવા માટેની કૂટનીતિની સમજ માટે રમવાં આવતી રમત હતી.જેમાં સૈન્યના ચાર વિભાગોનું પ્રતિનિધિત્વ કરનારી ટુકડીબનાવામાં આવી હતી. જેમાં પાયદળ, ઘોડેસવાર, હાફન્ટ્રી અને રથનો સમાવેશ થતો હતો.

ત્યાર બાદ સદીઓ સુધી તે વિકસિત થતી રહી અને લોકસંગે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. સમય જતાં વિકસિત થતી ગઈ. વિવિધ પ્રદેશોમાં વિવિધ ભિન્નતા અને નિયમો વિકસિત થતા ગયા.ભારતમાં 1951 માં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનની રચના કરવામાં આવી અને આધુનિક ચેસની સત્તાવાર રીતે શરૂ થઈ.  

ભારત ચેસ પાવર તરીકે ઉભરી આવ્યું છે, ભારતીય ચેસ ખેલાડી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે.દેશમાં હાલમાં 2721 ટોપ-ટેન રેટિંગ ધરાવતી ફેડરેશન છે જેમાં ભારતની ફેડરેશનએ વિશ્વની બીજી શ્રેષ્ઠ ફેડરેશન છે. ફેડરેશન દ્વારા પુરુષો અને મહિલા એમ બંને માટે અનેક ચેસ ઓલિમ્પિયાડ આયોજિત કરે છે.  

1990ના દાયકાના અંતથી 2020ના શરૂઆતમાં ખેલાડીઓની માટે સફળતા માટે ડિજિટલ પ્લેટફોર્મ અને તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે જેથી ભારત ચેસમાં વધુને વધુ ટાઇટલ મેળવે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.