ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

USના ડેલિગેશન દ્વારા ભારતની ઓઇલ કંપનીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો છે. જેનાથી ભારત અમેરિકન હાઈડ્રોકાર્બન્સની આયાત વધારે. હાલમાં US પાસેથી ભારત માત્ર તેની LPG ડિમાન્ડના માત્ર 10 ટકા LPGની આયાત કરે છે. US દ્વારા LPG ક્ષેત્રે ભારત સાથે સહયોગ વધારી શકાય તે માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. USના ડેલિગેશનનું માનવું છે જો ભારત US પાસેથી LPGની આયાત વધારે છે તો તેનાથી , અમેરિકામાં પણ નોકરીઓનું સર્જન થશે.

ભારત અને અમેરિકા દ્વારા સુરક્ષિત ઉર્જા ભવિષ્યને લઈને ઇનોવેશન પર ભાર મુકવામાં આવ્યો છે. બેઉ દેશો ખુબ ભારે માત્રામાં સ્માર્ટ ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે જેમ કે, સ્માર્ટ ગ્રીડ અને નેક્સ્ટ જનરેશન એનર્જી સિસ્ટમમાં કેમ કે તેનાથી , વિશ્વસનીય અને સાતત્યપૂર્ણ એનર્જી નેટવર્ક બનાવી શકાય છે.






.jpg)








