Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, ત્રણ જવાનો શહીદ અને 14 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:05:09

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમમાં મંગળવારે નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. CRPF કોબ્રા અને DRG જવાનોની સંયુક્ત ટીમ પર નક્સલવાદીઓએ કરેલા ગોળીબારને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા, જેમાં એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૈનિકોની સારવાર રાયપુરમાં કરવામાં આવશે.


પેટ્રોલિગ વખતે થયો હુમલો


મંગળવારે જ પોલીસે ટેકલગુડેમમાં નવો કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પની સુરક્ષામાં રોકાયેલા સૈનિકો કેમ્પની સ્થાપના બાદ જૂનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, આ દરમિયાન પહેલાથી જ છુપાઈને બેઠેલા નક્સલવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) છોડ્યા હતા જેના કારણે સૈનિકો શહીદ થયા હતા. જો કે જવાનોએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો હતો. બંને તરફથી લગભગ ત્રણથી ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો, આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) ફાયરિંગ કર્યું, જેના કારણે ઘણા સૈનિકો ઘાયલ થયા અને 3 જવાનો શહીદ થયા હતા. કેટલાક ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ સૈનિકોને સારી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર રિફર કરવામાં આવી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે