વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પહેલા , પ્રિયંકા ગાંધીને , ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ મોટી જવાબદારી છે. કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે. જ્યાં , તેની સીધી લડાઈ ભાજપ સાથે છે. આ માટેની જાહેરાત , AICCના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આસામ સિવાય , પશ્ચિમ બંગાળ , કેરળ , તમિલનાડું માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે.
![]()
પ્રિયંકા ગાંધીની સાથે , આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં , સપ્તગિરિ શંકર ઉલકા , ઇમરાન મસૂદ , સાથે જ સીરીવેલા પ્રસાદ હશે. વાત કરીએ , અન્ય રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની તો , ગુજરાતના કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીને કેરળ કમિટી , તમિલનાડું અને પુડ્ડુચેરી માટે , છત્તીસગઢથી આવતા ટી એસ સિંહ દેઓ , જયારે પશ્ચિમ બંગાળ માટેની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બી કે હરિપ્રસાદને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ , આસામમાં વિધાનસભાની ૧૨૬ બેઠકો છે. ત્યારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં ઉત્તર આસામમાં અહોમ સમાજે મુસ્લિમ સમાજ સાથે મળીને ઉત્તર આસામમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસને આશા છે કે , આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તે સરકાર બનાવી શકે છે.






.jpg)








