બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

અમિત ચાવડાએ બગદાણાના નવનીત બાલધીયા પર જે હુમલો થયો તેને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા છે. તો હવે, અમિત ચાવડાના આ નિવેદન પર , ભારતીય જનતા પાર્ટીના pravakta ડો anil પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , " કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી જ સીમિત થઈ ગઈ છે. વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે, માટે જનતા કોંગ્રેસને સતત જાકારો આપે છે. બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ગુનેગારોને બક્ષવામાં નહિ, કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ નીતિ સાથે ગુનેગારને કાયદા આધારિત સજા મળે તેમાં માને છે. "

વાત કરીએ , બગદાણાની એ ઘટનાની કે જેમાં , હવે નવનીત બાલધીયાને લઇને સમગ્ર કોળી સમાજ મેદાને આવી ગયો છે. નવનીત બાલધીયા પર ૮ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે થોડાક સમય અગાઉ , આ આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હવે , આ પછી , ભાવનગર પોલીસે , ૮ આરોપી પૈકીના ૪ આરોપીઓને ગઈ કાલે મોડી રાત્રે , મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા. હવે ભાવનગરની કોર્ટે ,૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટે ૩રીજી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસએ નાજુ કામલીયા , રાજુ ભમ્મર , વિરેન્દ્રસિંહ પરમાર , સતીશ વનાલીયાના રિમાન્ડ મેળવ્યા છે. જે અંતર્ગત , પોલીસ સમક્ષ આ આરોપીઓ દ્વારા , ખુબ મોટા ખુલાસા થઇ શકે છે. સરકાર દ્વારા આ મામલે , PI ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. તો હવે આજે , નવનીત બાલધીયાની મુલાકાત ઉનાના EX MLA પુંજા વંશ દ્વારા લેવામાં આવી છે. EX MLA પુંજા વંશએ હનુમંત હોસ્પિટલની મુલાકાત લીધી છે. પુંજા વંશએ નવનીત ભાઈના ખબર અંતરપૂછ્યા છે સાથે જ આગળ આંદોલનમાં સાથ આપવાની પણ બાહેંધરી આપી છે.






.jpg)








