છોટાઉદેપુરની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પોલીસકર્મી પતિએ જ પત્નીની ગળું કાપી કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-12-06 15:11:15

રાજ્યમાં ઘરૂલુ હિંસાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય અને બાદમાં પતિ તેની પત્નીની હત્યા કરી નાખે તેવી અનેક ઘટાનાઓ સામે આવતી રહે છે. છોટાઉદેપુરમાં પતિ પત્નીના સંબંઘોને કલંકિત કરતી ઘટના બની છે. અહીં પતિએ પોતાની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દેતા હાહાકાર મચી ગઈ છે. છોટાઉદેપુરના પીપલેજ ગામની સીમમાં ગોંદરીયા ગામ જવા રોડ પર અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તે પોલીસ કર્મી  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હોવાનું જાણવા મળ્યું હતું.


પતિએ જ કરી પત્નીની હત્યા


આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું. વાત એમ હતી કે પોલીસ કર્મી ASI વરસન રાઠવાએ તેમની પત્ની કેળીબેનનું ગળુ કાપીને ક્રૂરતાથી તેમની હત્યા કરી દઇને મૃતદેહને ગોંદરીયા ગામ નજીક જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતો. ગઇ કાલે પીપલેજ ગામે ગોંદરિયા ગામ જવાના રસ્તે  મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર ઘટનાને લઇને આરોપી પોલીસ કર્મીને  રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હત્યા શા માટે કરી તે બાબત જાણી શકાઈ નથી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.