ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ડખો, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-13 00:33:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય બનવાનું સપનું જોતા નેતાઓનું પત્તુ કપાય એટલે તેમના સપના રોળાઈ જાય છે, આવા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈએ રાજીનામું  આપતા હડકંપ મચી ગયો છે.


શા માટે BTPમાં વિખવાદ ફૂટ પડી?

ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ વિખવાદનું મુખ્ય કારણ બીટીપી અને  જનતા દળ યુનિયન સાથેનું ગઠબંધન છે. BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવાઓ ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન હતા. છોટુ વસાવાનો ગઢ અને BTPની સૌથી સુરક્ષીત સીટ પર મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે. જ્યારે મહેશ વસાવા ધારાસભ્ય છે તે ડેડીયાપાડા સીટ જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી  આ ઘટના બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં મહાભારત સર્જાયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે