મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ દિલ્હી જઈ કરશે ઉમેદવારોના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-07 17:25:43

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ ભાજપ ઉમેદવારોના નામ માટે મનોમંથન કરી રહી છે. જોરશોરથી દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 11 વાર લિસ્ટ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતી કાલે દિલ્હી જવાના છે. જે બાદ ઉમેદવારોના નામ જાહેર થઈ  શકે છે. 

PM મોદીના લીધે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો: CM | નવગુજરાત સમય

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી

આ વખતે ભાજપ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારાના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ટૂંક સમયમાં જ  ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું નામને ફાઈનલ કરવા જ તેઓ દિલ્હી જઈ રહ્યા છે. અંદાજિત તેઓ બે દિવસ માટે જઈ રહ્યા છે જે બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે. 

Pressure points on the BJP's top brass

હાઈ કમાન્ડ લગાડશે ઉમેદવારોના નામ પર મોહર

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ સૌથી આગળ હોય છે. ત્યારે આ વખતે ભાજપ ઉમેદવારોના નામને લઈ આટલું મનોમંથન કેમ કરી રહ્યું છે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ કદાચ નવા ઉમેદવારોને મોકો આપી શકે છે. આટલા સમયના મનોમંથન બાદ ભાજપ કોને ટિકિટ આપે છે તેની પર પણ સૌની નજર રહેવાની છે કારણ કે હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ પર મોહર લગાડવાના છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે