મિસિંગ ચાઈલ્ડ મુદ્દે હર્ષ સંઘવીએ યોજી સમીક્ષા બેઠક, ગુમ થયેલા બાળકોને શોધવા અધિકારીઓને આપી સૂચના


  • Published By :
  • Published Date : 2023-02-09 19:10:17

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ થતા બાળકો ચિંતાનો વિષય બન્યો છે. નાના ભૂલકાઓ ગુમ થાય ત્યારે તેમના પરિવારજનો પર જાણો આસમાન તુટી પડે છે. પરિવારજનો તેમના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવ્યા કરે છે તેમ છતાં અંતે  તેમને નિરાશા જ હાથ લાગે છે. આ ગંભીર સમસ્યા મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી. 


આ મિટિંગમાં શું ચર્ચા થઈ?


રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિસિંગ ચાઈલ્ડને શોધવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ હતી. તે ઉપરાંત હર્ષ સંઘવીએ ક્રાઈમ ડિટેક્શન રેશિયો વધારવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય કાયદા વ્યવસ્થાની સ્થિત અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે