ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો, નવેસરથી સોગંદનામુ રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-06 18:51:49

ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે આજો ફરી ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. રાજ્ય સરકારે રજુ કરેલા સોગંદનામાને હાઈકોર્ટે વાહિયાત જ નહીં પણ, અવિશ્વાસકારક કહ્યું હતું. ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે.  હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને નવેસરથી સોગંદનામુ કરવા કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ એમ પણ નોંધ્યું કે, રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના મુદ્દાની અમલવારીને હળવાશમાં લઈ રહી છે, જે ચલાવી લેવાશે નહીં. 


જાહેરનામું વાહિયાત


ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં એમ પણ નોંધ્યું કે, લોક જાગૃતિ ફેલાવવા માટેના જરૂરી પગલાંની અમલવારી બાબતે પણ રાજ્ય સરકારનું સોગંદનામું કોઈ વિગતો દર્શાવતું નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, માત્ર અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામા પર મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી અને જ્યારે કોર્ટે સરકારને સ્પષ્ટપણે સરકારનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાંય સરકારનું સોગંદનામુ તે બાબતે મૌન છે. 


કાલે થશે સુનાવણી 


ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દાની સુનાવણી 7 જાન્યુઆરીના રોજ શનિવારના દિવસે નિર્ધારીત કરી છે. બીજી બાજુ અરજદાર તરફથી પણ અમુક સૂચનો રજૂ કરવામાં આવ્યા જે દિશામાં જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે તેવી અરજદારે રજૂઆત કરી. ત્યારે શનિવાર સુધીમાં સરકારે પોતાનું સુગંધનામું નવેસરથી રજૂ કરવાનું છે. હવે જોવાનું એ છે કે  કાલે હાઈકોર્ટના શું નિર્દેશો આપે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે