મોદીના કાર્યક્રમના કારણે સિવિલ હોસ્પિટલમાં 30 પ્લાન્ડ સર્જરી રદ્દ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 12:58:03

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થયેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે હોસ્પિટલના તમામ વિભાગના વડા અને સ્ટાફના સભ્યોને સિવિલના તંત્ર દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી.


સર્જરી રદ્દ કરવાની કોઈ સૂચના આપી નથી-હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ


વડાપ્રધાનના કાર્યક્રમના પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની 30 જેટલી સર્જરી રદ્દ કરાઈ છે. હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ  ડો. રજનિશ પટેલના આ દાવાથી વિપરીત હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું છે કે અમે મંગળવારે પ્લાન્ડ સર્જરી રદ્દ કરવાની કોઈ સૂચના આપી નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે