વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:50:03

વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી 


વડોદરાના માણેજા ગામમાં ગઈકાલે મોડી રાતે ગણેશજીની  વિસર્જનયાત્રામાં યોજેલા ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. અમુક યુવાનોએ ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી મારામારી કરી હતી. મારામારી થતાં મહિલાઓ અને પુરુષોનું ટોળું બચવા માટે ડીજેમાંથી ભાગી ગયું હતું. 

 

કેમ મારામારી થઈ હતી જાણો

માણેજામાં ગઈકાલે રાત્રે ગણેશજીના વિસર્જન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી લોકોએ વિસર્જન યાત્રાની તૈયારી ચાલુ કરી હતી અને રાત્રે વિસર્જન કરવા માટે ડીજે સાથે ગયા હતા. ડીજેના તાલે નાચતા યુવાનો તળાવ તરફ આગળ વધતા હતા ત્યારે ત્રણ માથાભારે યુવાનો નાચવા માટે ટોળામાં ઘૂસી જાય છે. યુવાનોને જવા માટે કહેતા યુવાનો મારામારી કરવા લાગ્યા હતા અને ટોળું ભેગું થઈ ગયું હતું. યુવાનોએ મારામારી કરતા ડીજેમાં નાચતા લોકો બચવા માટે ભાગી ગયા હતા. પોલીસ ગણેશ વિસર્જન યાત્રામાં હાજર હતી પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે