સરકારી વર્ગ 3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં કરાયો આ મોટો ફેરફાર, સરકારે બહાર પાડ્યું જાહેરનામું


  • Published By :
  • Published Date : 2023-05-19 11:26:10

સરકારી ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો ફેરફાર કર્યો છે. આ અંગે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય. તે ઉપરાંત ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. 


મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ માન્ય ગણાશે


રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. પ્રિમિલનરી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાશે. માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ બનાવવામાં આવશે. 


વર્ગ 4 ની પરીક્ષામાં પણ કરાયો ફેરફાર


મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂંક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. વર્ગ ત્રણ ઓફિસ આસિસ્ટન્ટ જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા કરવાનું પણ ગુજરાત સરકારનું આયોજન છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે