રાજસ્થાનના CMએ 7 મિનિટ સુધી જુનું બજેટ વાંચ્યું, ભૂલ સમજાતા માફી માગી, વિપક્ષે હોબાળો મચાવ્યો


  • Published By :
  • Published Date : 2023-02-10 14:39:15

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં બજેટ પર ભાષણ આપતી વખતે જૂનું ભાષણ વાંચ્યું. જે બાદ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું.


વિધાનસભામાં હોબાળો 


રાજસ્થાનના બજેટની શરૂઆતમાં આજે વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂની જાહેરાતો વાંચી હતી. આ ભૂલ પર વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો વાલ પાસે આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે.હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે મોકુફ કરવામાં આવી હતી. તેને અધિકારીઓની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. જો કે સીએમ ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી છે, અને તપાસનો આદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી ગૃહમાં બજેટ રજૂ કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે