CM ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો?


  • Published By :
  • Published Date : 2022-12-12 20:20:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહ બાદ આજે સાંજે 6 વાગ્યે ગુજરાતની નવી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. 


કયા મંત્રીને કયું ખાતું ફાળવાયું?


1-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમની પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ,મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને  કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિતના વિભાગનો હવાલો રાખ્યો છે.

મંત્રીનું નામ  વિભાગ


2- કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ

3- ઋષિકેશ પટેલ - શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી

4- રાઘવજી પટેલ -  કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

5- કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા

6- મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ

7- કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ

8- ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

9- બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર


રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો


1- હર્ષ સંઘવી        -ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

2- જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,


રાજ્ય કક્ષાના મંત્રી- વિભાગ


1- પરસોત્તમ સોલંકી-   મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન

2- બચુભાઈ ખાબડ -   પંચાયત અને કૃષિ

3- મુકેશ પટેલ -           વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા

4-પ્રફુલ પાનસેરીયા-     સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

5- ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા

6- કુંવરજી હળપતિ-     આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર


કોણ બન્યું મુખ્ય દંડક અને નાયબ દંડક?


વિધાનસભામાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની નિમણૂક મુખ્ય દંડક, નાયબ દંડક તરીકે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી ઉપરાંત અમરેલીના કૌશીક વેકરીયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પણ નાયબ દંડક તરીતે નિમણૂક થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે