CM અને CR દિલ્હી જવા રવાના, અચાનક મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:56:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ તેની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની છે. હવે આ પરિસ્થિતીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે. આ ત્રીપુટીની અચાનક જ દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.


CM અને CRને દિલ્હીનું તેડું આવતા રાજકારણ ગરમાયું


 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાત ભાજપના ત્રણેય અગ્રણી નેતાઓના દિલ્હી પ્રવાસને લઈ ભાજપમાં પણ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હીમાં કોની સાથે બેઠક કરશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી પણ મુદ્દો ગંભીર જણાય રહ્યો છે.  ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે અને સંભવત: તેમાં હવે ભાજપના વ્યુહોને આખરી સ્વરૂપ અપાશે. આ ઉપરાંત તા.19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને તેમાં રાજકોટ, જુનાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે તે સમયે પણ કોઈ નવા કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે છે. એક તરફ સૌની નજર રાજયમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતભણી છે તે સમયે ગુજરાત ભાજપના બે ટોચના નેતાઓને દિલ્હીનું તેડુ સૂચક છે. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે