CMના કાફલામાં માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર, બુલેટપ્રૂફ ગાડીઓ પાછળ ખર્યાયા રૂ. 25 કરોડ


  • Published By :
  • Published Date : 2023-02-21 16:52:18

રાજ્યના મુખ્યમંત્રીના અંગત વાહનોના કાફલામાં હવે નવીનક્કોર ગાડીઓનો ઉમેરો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલની સરકારે તેમના અંગત પ્રવાસ માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદી છે. ભૂપેન્દ્ર પટેલે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓને બદલીને હવે ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદવા પાછળ લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

બુલેટપ્રૂફ, GPS ટેકનોલોજીથી સુસજ્જ 


CM ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં સાથે એક જ રંગની ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. આ ગાડીના ડેશબોર્ડ પર CM ભૂપેન્દ્ર પટેલના આસ્થાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ગાડીઓના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા સહિતની ટેકનોલોજીથી સુસજ્જ છે. 


પૂર્વ CM મોદીએ ખરીદી હતી સ્વદેશી સ્કોર્પિયો 


નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વખતે તેમણે મુખ્યમંત્રીના કાફલા માટે ઉપયોગમાં લેવાતી  જુની કોન્ટેસા કારોને તિંલાંજલિ આપી હતી. પૂર્વ સીએમ મોદીએ સુરક્ષાના કારણોથી મહેન્દ્રા કંપનીની મજબુત સ્કોર્પિયો પર પસંદગી ઉતારી હતી. ત્યાર બાદના તમામ મુખ્યમંત્રીઓ જેવા કે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે