મમતા સરકારના વધુ એક મંત્રી CBIના સકંજામાં, મલય ઘટકના નિવાસસ્થાન સહિત 4 સ્થળો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:15:33

કેન્દ્રની મોદી સરકાર મમતા બેનર્જીના એક પછી એક મંત્રીને નિશાન બનાવી રહી છે. પાર્થ ચેટર્જી બાદ વધુ એક મંત્રી સીબીઆઈના રડાર પર આવી ગયા છે. મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો.  કોલકાત્તા અને આસનસોલમાં સ્થિત મલય ઘટકના ચાર સ્થળો પર સીબીઆઈ પહોંચી ગઈ હતી. 



કોલસા કૌંભાડમાં સમન્સ


કોલસા કૌંભાડને લઈ ઈડીની ટીમે મલય ઘટકને 2 સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યું હતું.  ઈડી કોલસા કૌંભાડ અંગે 14 સપ્ટેમ્બરે મલય ઘટક સાથે પૂછપરછ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે અભિષેક બેનર્જીએ સતત સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે