ઉત્તરભારતમાં જોવા મળ્યું ઠંડીનું જોર, આગામી અઠવાડિયામાં પણ જોવા મળશે ચમકારો


  • Published By :
  • Published Date : 2023-01-07 11:13:07

દેશના અનેક રાજ્યોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ ઠંડીથી રાહત નથી મળવાની તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


થોડા દિવસો બાદ વધશે તાપમાન 

વધતી ઠંડીને કારણે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડી વધવાને કારણે વિવિધ રાજ્યોમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મૌસમ વિભાગની આગાહી પ્રમાણે આવનાર થોડા દિવસો દરમિયાન વધારે ઠંડીનો અનુભવ થશે. 


ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિકએન્ડ પર પણ ઠંડીથી રાહત નહીં મળે. પરંતુ આવનાર થોડા દિવસો પછી ઠંડી ઓછી થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પહાડી વિસ્તારો પર હિમવર્ષા થવાને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે