ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ 14.5 ડિગ્રી સાથે શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:57:56


હિમાચલ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્ય  દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને 17 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો છે. જયારે અમદાવાદમાં 14.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયુું હતું. ઠંડા પવનોની અસરથી મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 3.0 ડિગ્રી ગગડીને 14.5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. ગત વર્ષે 28 નવેમ્બરે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. જો કે, બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 3.0 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા દરમિયાન શહેરમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે.


કયા કેટલી ઠંડી ?


અમદાવાદ 14.5

ગાંધીનગર 13.2

કેશોદ 14

વડોદરા 14.4

અમરેલી 14.4

વિદ્યાનગર 15

મહુવા 15.5

ડીસા 16




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે