ગાત્રો થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-27 21:39:55

રાજ્યમાં કાતિલ ઠંડીથી ત્રાસી ગયા છો તો તમારા માટે માઠા સમાચાર છે. ગુજરાત હવામાન વિભાગે કડકડતી ઠંડીને લઈ આગાહી કરી છે કે નવા વર્ષની શરુઆતથી જ હાંડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં હાંડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. આજે અમદાવાદમાં સૂસવાટા બોલાવતો પવન ફુંકાયો હતો અને પારો ગગડ્યો હતો.

 8.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર


રાજ્યમાં આજે 8.1 ડિગ્રી સાથે  કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. 


ગરમ કપડાનું વેચાણ વધ્યું


રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. આ સાથે જ ઠંડીથી રક્ષણ આપતા ઉનના ગરમ વસ્ત્રોનું વેચાણ વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓ માટે કાતિલ ઠંડી આશિર્વાદરૂપ બની છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે