LPG સિલિન્ડરની ભાવમાં ધરખમ ઘટાડો, બાટલો 115 રૂપિયા સસ્તો થયો


  • Published By :
  • Published Date : 2022-11-01 18:38:34



દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. એલપીજી ગેસ સિલિન્ડર આજથી 115 રૂપિયા સસ્તું થયું છે. 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


દેશના 4 મોટા શહેરોમાં LPG સિલિન્ડરના નવા ભાવ


IOCL અનુસાર, 1 નવેમ્બરથી દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 115.5 રૂપિયા, કોલકાતામાં 113 રૂપિયા, મુંબઈમાં 115.5 રૂપિયા, ચેન્નાઈમાં 116.5 રૂપિયા ઓછી થશે. આ પહેલા 1 ઓક્ટોબરે આ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે