સુરત જિલ્લામાં કોંગ્રેસ અને આપમાં ભંગાણ, AAPના રાજેન્દ્ર સોલંકી, કોંગ્રેસના હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2023-10-29 19:42:03

દેશના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ અને કાર્યકરો સતત પક્ષ પલટો કરી રહ્યા છે. આજે સુરતના વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.  ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.કોંગ્રેસ અને આપના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.


કોણ જોડાયું ભાજપમાં?


ભાજપના આ કાર્યક્રમમાં  બારડોલી વિધાનસભા 2022 AAPના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી તેમજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ નેતા હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા હતા.  આ તમામ કોંગ્રેસી નેતાઓ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. સી આર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.


મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો


સીઆર પાટીલ માંગરોળના વાંકલ ખાતે યોજાયેલ કોસંબા APMC ના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં સીઆર પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.કોસંબા APMCના અભિવાદન સમારોહ બાદ સી.આર.પાટીલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ,મંત્રી કુંવરજી હળપતિ,માંગરોળ ધારા સભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે