પેપર લીક મુદ્દાને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:43:05

ગુજરાતમાં આવેલી અનેક યુનિવર્સિટીમાં પેપર ફૂટતા રહે છે. પેપર લીક થવાને કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. પેપર કાંડને લઈ કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. ભાજપ પર પ્રહાર કરતા પવન ખેરાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે કેન્દ્રમાં મોદી સરકાર હોય, આખા દેશના રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યાં પણ ભાજપની સરકારો છે તે ભારતના યુવાનોના ભવિષ્યને શરમજનક રીતે કચડી રહી છે.

 

હજી સુધી કેટલા પેપર લીક થયા તે કોંગ્રેસે યાદ કરાવ્યા 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આ કૌભાંડ એટલું વ્યાપક છે કે અત્યાર સુધીમાં 14 ભરતી પરીક્ષાઓ લીક થઈ છે, 34 ભરતી પરીક્ષામાં ગોટાળો થયો છે અને શાળા કોલેજોની પરીક્ષાઓના પેપર લીકની ગણતરી પણ નથી. પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે.

       

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા અનેક પ્રહાર

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ત્યારે પવન ખેડાએ કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓના પેપર વારંવાર લીક થયા પણ આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ના કરી શું ભાજપને આ વાતનું ગૌરવ છે?

   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે