ગુજરાતની નદીઓને લઈ કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, ગુજરાતની 13 નદીઓનું પાણી ન્હાવાલાયક પણ નથી!


  • Published By :
  • Published Date : 2023-04-06 11:17:38

જળને જીવન માનવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની નદીમાં પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતની એટલી નદીઓ એવી છે જેનું પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ન્હાવાલાયક પણ નથી. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદુષિત નદીઓ માટે કેમ આટલી ઉદાસીન છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.


પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે કર્યા પ્રહાર 

વિકાસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતની સાબરમતી,ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદુષિત નદીઓ છે. જ્યારે મીંઢોશા, માહી, શેઢી, ભોગવો, ભૂખી, ખાડી, દમણગંગા, તાપી નદીનો પણ પ્રદુષિત નદીઓના લિસ્ટમાં સમાવેશ થાય છે. ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની પ્રદુષિત નદીઓેને લઈ સરકારને સવાલ કર્યા હતા. 

 

25માંથી 13 નદીઓનું પાણી ન્હાવા લાયક નથી!

આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠ્યો હતો. આ વાતનો આધાર લઈ કોંગ્રેસે કહ્યું કે લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં નદીઓનાં પ્રદુષણ ઘટાડવા અંગે એક રુપિયો પણ વાપર્યો નથી. ભારતની 603 નદીઓમાં પાણી શુદ્ધ નથી. ગુજરાતની સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી ન્હાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવાલાયક પણ નથી.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે