Copyright Case: કોંગ્રેસની મુશ્કેલી વધી, ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 21:02:42


બેંગલુરુની એક કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો આદેશ  આપ્યો છે. KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિક કોપીરાઈટ ઉલ્લંઘનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લગતો એક વીડિયો તૈયાર કર્યો હતો. મ્યુઝિક લેબલ દાવો કરે છે કે આ વીડિયો માટે તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાઇટ્સ તેમની પાસે છે. કોંગ્રેસે તેના અભિયાનના પ્રચાર માટે આ વિડીયો તૈયાર કર્યા હતા અને તેમાં આ ફિલ્મના ગીતો અને મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો. વળી આ માટે કોંગ્રેસે એમ આર ટી મ્યૂઝિકની મંજુરી કે લાયસન્સ પણ લીધું ન હતું.


આ કલમો હેઠળ FIR નોંધાઈ હતી 


કલમ 403 (સંપત્તિની અપ્રમાણિક હેરાફેરી), 465 (બનાવટી માટે સજા), 120 કલમ 403, 465 અને 120B r/w કલમ 34 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 હેઠળ પક્ષ અને કોંગ્રેસના ત્રણ નેતાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?


બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કોપીરાઈટ કેસમાં કામ કરતા કોંગ્રેસઅને તેના અભિયાન 'ભારત જોડો યાત્રા'ના ના ટ્વિટર હેન્ડલને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. આદેશ પસાર કરતાં, કોર્ટે કહ્યું કે જો પ્રથમદર્શી પુરાવા રજૂ કર્યા પછી પણ સાઉન્ડ રેકોર્ડ્સના કથિત ગેરકાયદેસર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે તો વાદીને ભોગવવું પડશે. આ મોટા પાયે કોપીરાઈટ ઉલ્લંઘન તરફ દોરી જશે.


સમગ્ર મામલો શું હતો ?


રાહુલ ગાંધી આજકાલ તેમની ભારત જોડો યાત્રા પર છે,  તેમના આ અભિયાનને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આમાં કોંગ્રેસે સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF'ના સંગીતનો ઉપયોગ કર્યો હતો.જેના કારણે KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એમઆરટી મ્યુઝિકની ફરિયાદના આધારે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતનું નામ લેવામાં આવ્યું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે