દિવાળી બાદ કોગ્રેસના ઉમેદવારની લિસ્ટ જાહેર કરાશે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:43:50

ગુજરાત વિધાસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે કોગ્રેસ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે હતા અને અને NCPના નેતા સાથે ગઢબંધનને લઇને બેઠક યોજી હતી. ત્યારબાદ અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. 


શું કહ્યું અશોક ગેહલોતે ? 

અશોક ગહેલોતે પીએમના વારંવાર ગુજરાત પ્રવાસ પર સવાલો કર્યા અને તેમણે કહ્યું હતું કે, પીએમ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તો દિલ્હીના કામ કેમ થશે? અને ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં પીએમઓ ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યક્રમો સરકારી ખર્ચ પર કરવામાં આવે છે. તેમને કહ્યું રાહુલ ગાંધી પણ યાત્રા કરી રહ્યા છે પરંતુ તે દેશ જોડવા માટે છે... 


કેજરીવાલ પર કર્યા પ્રહાર.... 

કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કેજરીવાલ પણ ભાઈ જેવા જ છે. પંજાબ જીત્યા એટલે હવે ગુજરાતમાં ફ્રી આપવાની વાત કરે છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે? અશોક ગેહલોતે ગુજરાતને વાયદો કર્યો હતો કે, જો ગુજરાતમાં જીત મળશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. 


ગુજરાત CM માટે શું કહ્યું ? 

અશોક ગેહલોતે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભલા માણસ છે. પરંતુ આટલા ભલા માણસનું રાજકારણમાં કામ નથી. વધુમાં તેમને ચૂંટણી વિશે કહ્યું, આ વખતે ટકરો મારી સીટ આપવાની છે. એનસીપી સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે