Congressએ જિલ્લા તેમજ શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-02-15 12:57:23

કોંગ્રેસે આજે જિલ્લા તેમજ શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 13 પ્રમુખોની નિમણૂંક અલગ અલગ જિલ્લા તેમજ શહેર માટે કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીની વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી મનોજ કથેરિયાને સોંપવામાં આવી છે. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે જ્યારે  મનોજ ભીખાભાઈ જોષીને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોને ક્યાંની જવાબદારી સોંપવામાં આવી?

તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નૌશાદ સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે કિશોર ચીખલીયાને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી હિતેશ મનુભાઈ વ્યાસને, મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી હસમુખ ચૌધરીને સોંપવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી ધનસુખ ભગવતીપ્રસાદને જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે અશોક પટેલને સોંપવામાં આવી છે. અતુલ રસીકભાઈ રાજાણીને રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે