કોંગ્રેસે તૈયાર કર્યો પ્લાન, 15 જ દિવસમાં 25 રેલી, ગાંધી ફેમિલી પ્રચાર કરશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 16:18:05



હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત મિશન ગુજરાત પર કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસ 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે જેમાં ગુજરાતના 125 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.કોંગ્રેસની આ રેલીઓ આક્રમક ચૂંટણી વ્યૂહરચના હેઠળ થશે અને તેમાં પાર્ટીના દરેક મોટા નેતા પણ ભાગ લેશે. 


એક કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.રાહુલ ગાંધી વિશે વાત કરી તો આ દિવસોમાં તેઓ ભારત જોડો યાત્રા માટે  મહારાષ્ટ્રમાં છે. એટલા માટે જ તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર કરવા પણ નહતા ગયા. જો કે હાલ એવી ચર્ચા એ જોર પકડ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી શકે છે. 


કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો

જો કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો રાખીને પોતાની રણનીતિ બદલી છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2022માં દ્વારકામાં રાજ્ય કક્ષાના ચિંતન શિબિરમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને એ પછી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે "મૌન અભિયાન" યોજના પણ લાગુ કરી હતી. આ સિવાય કોંગ્રેસે આ વખતે મોટા પાયે ઘર-ઘર પ્રચાર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વવિકપલ પસંદ કર્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે