કોંગ્રેસે વધતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-12-31 16:22:50

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની વસ્તુઓમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ગેસ સિલીન્ડરનો ભાવ પહેલી વખત 1000 રુપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.  

મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યો કટાક્ષ

જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, દૂધ,શાકભાજીના ભાવ વધતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. જેને કારણે ઘર ચલાવવું કઠિન થાય છે. અનેક વખત દૂધના ભાવમાં વધારો થાય છે તો અનેક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે. ત્યારે મોંઘવારીને નિશાન બનાવી કોંગ્રેસે ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે આ વર્ષે મોદી સરકાર દ્વારા મળેલી ગિફ્ટ- ગેસ સિલિન્ડરમાં 200 રુપિયાનો ભાવ વધારો, ખાદ્ય તેલમાં પણ 20 રુપિયાનો ભાવ વધારો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે