અમર અક્બર એન્થની સોન્ગનો પ્રયોગ કરી કોંગ્રેસે સાધ્યું નિશાન, લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:36:05

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો અનેક વખત પ્રહાર થતા રહે છે ત્યારે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયો છે. આમ આદમી પાર્ટીએ એક મીડિયા રિપોર્ટનો ફોટો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે તેવું બતાવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ટ્વિટ કરી છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જ્યાં જ્યાં બીજેપીને હારનો ડર હોય ત્યાં આ ડાબો-જમણો પહોંચી જાય છે. 

લોકોના મનમાં કોમવાદી ઝેર નાખનાર ભાજપ અને AIMIM બંને પ્રજા વિરોધી પાર્ટી છે - કોંગ્રેસ

ગુજરાતમાં આ વખતે ચૂંટણીને લઈ અલગ રંગ જોવા મળી રહ્યો છે. શાબ્દિક પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ પ્રહાર માટે કરાઈ  રહ્યો છે. થોડા સમય પહેલા આપે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બીજેપીના દિગ્ગજ નેતા AIMIMના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ પર આમ આદમી પાર્ટી વરસી પડી હતી. આ વાતને કોંગ્રેસે અલગ રીતે લીધી. આ વાતને લઈ કોંગ્રેસે ન માત્ર ભાજપ પર પ્રહાર કર્યા પરંતુ આપ અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. પોતાના ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસે ટ્વિટ કરી હતી જેમાં પાર્ટીએ લખ્યું કે ડાબો જમણો ડાબો જમણો... બીજેપીને બાબો જન્મયો... અને લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી

            




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે