કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-05 14:20:07

દાહોદના ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના નેતા ગોવિંદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીનું મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. 


કોણ છે ગોવિંદ પરમાર?

ગોવિંદભાઈ પરમાર ફતેપુરા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં ગણવામાં આવે છે. ગોવિંદ પરમાર ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે કામ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો અને આમ આદમી પાર્ટીની દિલ્લીની કામગીરીના કારણે તેઓ આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 


ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્રણેય પાર્ટીઓ પોતાની રીતે ગુજરાતની જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત રોજ જ આમ આદમી પાર્ટીમાંથી રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યું હતું અને જ્યાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ આજે જ 21 ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે ચૂંટણી કેવી રહેશે તે જોવાનું રહેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે