મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 150 બેઠકો જીતશે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-05-29 16:00:49

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચમત્કાર સર્જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 150 જેટલી સીટો જીતશે. કોંગ્રેસ પાર્ટીની મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.


કોંગ્રેસના અગ્રણી નેતાએ કર્યું મંથન


મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ સહિતના 10 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાર્ટીએ કર્ણાટકની તર્જ પર ચૂંટણી રણનિતી તૈયાર કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના અનુભવી નેતાઓના વિચારો પણ સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


જુથબાજીના કારણે પાર્ટીએ સત્તા ગુમાવી


મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાની ખેંચતાળ શરૂ થઈ ગઈ હતી. અંતે સિંધિયાએ બળવો કર્યો હતો જેના  કારણે કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. સિંધિયા તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. અંતે રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે