સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર


  • Published By :
  • Published Date : 2023-03-03 15:34:03

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદીય દળની નેતા સોનિયા ગાંધીને તાવની બિમારીના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે  હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે કે તેમની હાલત સ્થિર છે. સોનિયા ગાંધીને હાલ તાવના કારણે ચેસ્ટ મેડિસીન વિભાગના હેડ ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 


સોનિયા ગાંધી સારવાર હેઠળ


સોનિયા ગાંધી હાલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરોની નિરિક્ષણમાં સારવાર લઈ રહ્યા છે. તેમની  તબિયતને લઈ ચિંતાનું કોઈ કારણ નથી અને તબિયત સ્થિર છે. સોનિયા ગાંધીના હેલ્થ સંબંધિત વિવિધ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી હાલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. સોનિયા ગાંધી આ પહેલા પણ તબિયતના કારણોથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. કોવિડકાળ બાદ સોનિયા ગાંધીની  તબિયત અવારનવાર બીમાર રહે છે.


 જાન્યુઆરીમાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા


આ પહેલા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 5 જાન્યુઆરીએ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઈરલ ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી. તે સમયે સોનિયાની પુત્રી પ્રિયંકા ગાંધી તેની માતા સાથે હાજર હતી.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે