Gujarat: બાકી રહેલી Loksabha બેઠકો માટે Congress જાહેર કરી શકે છે ઉમેદવાર, નામોની જાહેરાત થાય તે પહેલા જાણો કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-18 17:25:06

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોની જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બે બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈ ઈંતેઝારી છે. 24 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા સમયની અંદર કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જે લોકોના નામની ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. 



 

કોના કોના નામની થઈ ગઈ છે જાહેરાત? 

કોંગ્રેસ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વર્તમાન બે ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.  બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર છે.  અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તાને ટિકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો  સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર હશે. તે ઉપરાંત વલસાડથી અનંત પટેલ જ્યારે પોરબંદરથી લલિત વસોયાના નામની જાહેરાત કરી છે. તે ઉપરાંત કચ્છથી-મિતેષ લાલણને ટિકીટ આપવામાં આવી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે