વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ફાડ્યો નરેન્દ્ર મોદીનો ફોટો, કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-03-27 22:30:01

નવસારીના વાંસદા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને વર્ષ 2017માં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો ફાડી નાખતા IPC કલમ 447 અંતર્ગત  કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.  

નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક કોંગ્રેસ નેતાને સજા

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં 2017માં વિદ્યાર્થીઓએ હડતાળ કરી હતી. તે સમયે યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મર નામના યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન 2017માં અનંત પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હતું. જેના કારણે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરફથી જલાલપુર પોલીસ સ્ટેશનમાં IPC 143, 353, 427,447 મુજબની ફરિયાદ નોંધવામાં  આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 447 મુજબ ફરિયાદ નોંધી હતી. આ કલમ મુજબ જે કોઈ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ 3 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થાય છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટ નક્કી કરતી હોય છે ક્યારેક બંને અંતર્ગત પણ સજા અપાતી હોય છે. 

કોર્ટે અનંત પટેલને 1 રૂપિયો આપ્યો

જો કે કોંગ્રેસના નેતા અનંત પટેલને કોર્ટે 99 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ દરમિયાન કોર્ટની કામગીરી પણ જોવા જેવી હતી કારણ કે 99 રૂપિયાના દંડ સામે ધારાસભ્ય અનંત પટેલે 100 રૂપિયાની નોટ જમા કરાવી તો 1 રૂપિયો તેને પાછો આપવામાં આવ્યો હતો. કોર્ટે અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મરને પણ દોષિત જાહેર કર્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે