કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈૈલેષ પરમારને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:11:53

ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીનો પ્રચાર કરવા અનેક સ્થળો પર બેનર લાગ્યા છે. અને અનેક સ્થળો પર ઉમેદવારો પોતે જઈ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વોટ માંગવા જ અનેક ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં આવતા હોય છે તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યો છે. મત માટે મતવિસ્તારમાં આવતા કોંગ્રેસના ધારાસભ્યને કડવો અનુભવ થયો છે. દાણીલીમડા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો.

   

ધારાસભ્ય પાસેથી લોકોએ માગ્યો કામનો હિસાબ 

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મત માગવા જાય છે. અનેક વખત ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડે છે. આવો જ વિરોધનો સામનો  દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને કરવો પડ્યો છે. દાણીલીમડા કોંગ્રેસના કાર્યકર્તાનું સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી. 


ઉમેદવારોને કરવો પડે છે સ્થાનિકોના વિરોધનો સામનો  

ઉલ્લેખનીય છે કે અનેક ધારાસભ્યો એવા હોય છે જે ચૂંટણી સમયે જ મતદારો વચ્ચે પહોંચતા હોય છે. મતદારોને રિઝવવા અનેક વખત ધારાસભ્યો મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાતાઓની વચ્ચે રહે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ તેઓ પાછા દેખાતા જ નથી. ત્યારે અનેક વખત ધારાસભ્યોને સ્થાનિક લોકોનો વિરોધ સહન કરવો પડે છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે