હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું: કોંગ્રેસના MLA લલીત વસોયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:13:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી સંભાવનાથી રાજકારણ ગરમાયું છે. જો કે કોંગ્રેસ નેતૃત્વ આ બાબતને અફવા ગણાવી રદિયો આપી રહ્યું છે.  


ધારાસભ્ય લલીત વસોયાએ કર્યો ખુલાસો


ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રદેશના બે પાટીદાર નેતા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય લલીત વસોયા અને હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી વાતો ચાલી હતી. આ વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે, હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું.


શા માટે રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું


લલીત વસોયા અનેક વખત ભાજપના નેતા સાથે જોવા મળે છે. વળી તેમની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે  પણ નિકટતા રહી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. આ બધા કારણોથી લલીત વસોયા ચુંટણી પહેલા કોંગ્રેસને ઝટકો આપશે અને ભાજપ સાથે જોડાય તેવી અટકળો અવારનવાર  થતી રહે છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.