વિધાનસભામાં Congressના ધારાસભ્યોએ નકલી કાંડ મુદ્દે કર્યો હોબાળો, ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ, અધ્યક્ષે કર્યા સસપેન્ડ, જાણો વિગત.


  • Published By :
  • Published Date : 2024-02-20 14:35:23

નકલી... આ શબ્દ થોડા સમયથી એટલો બધો નોર્મલ થઈ ગયો છે કે કોઈ નકલી વસ્તુ પકડાય તો પણ આપણને નવાઈ નથી લાગતી..! ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકું પકડાય છે. કોઈ વખત નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાય છે તો કોઈ કચેરી પકડાય છે. જ્યારે જ્યારે પણ નકલી પકડાય છે ત્યારે ત્યારે વિપક્ષ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવતી હોય છે. ત્યારે નકલીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો હતો,  મળતી માહિતી અનુસાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના હાજર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી અને જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. 

અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે પ્રશ્ન 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે જેના જવાબમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તેને જોઈ આંખો ફાટી જતી હોય છે. કોઈ વખત કુપોષીત બાળકોને લઈ આપવામાં આવેલા આંકડા હોય કે પછી બેરોજગારીને લઈ આપવામાં આવેલા આંકડા હોય. ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓના આંકડા હોય કે પછી શિક્ષકોની ઘટને લઈ આપવામાં આવેલા આંકડા હોય. અનેક મુદ્દાઓ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ઉઠાવતા હોય છે. 



કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ 

ત્યારે આજે વિધાનસભામાં નકલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નકલી કચેરીને લઈ ઉઠેલા મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્યો ઉગ્ર થઈ ગયા. સભામાં હોબાળો કરવા લાગ્યા જેને લઈ એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષને મળવા માટે ધારાસભ્યો પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે