ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના રકાસ મુદ્દે AICC સમિતિએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 17:42:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કારમા પરાજય થયો હતો. કોંગ્રેસની આ ઐતિહાસિક હાર બાદ AICC દ્વારા ખાસ ફે્ક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ફેફ્ટ ફાઇડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો કરાયો સમાવેશ હતો. આ સમિતિએ ખુબ જ ઝીણવટપૂર્વક પરાજયનો રીપોર્ટ કર્યો તૈયાર કર્યો છે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 


સંકલનનો સદંતર અભાવ? 


ફેક્ટ ફાઇડીંગ સમિતિના સભ્યોએ રાજ્યના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો સાથે ચર્ચા કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે  પાંચ બેઠક કરી હતી. સમિતિના સભ્યોએ અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. હાર પાછળના મોટા કારણો પૈકીનું એક  AICC,ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું જણાવ્યું છે. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે પણ સંકલનનો તદ્દન અભાવ હતો.


ચૂંટણી ફંડની વહેંચણીમાં વ્હાલા દવાલા


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ફંડમાં ગેરરિતી જોવા મળી છે. AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રામાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જેટલું જ ફંડ મળ્યું હતું. તે ઉપરાંત પાર્ટી  દ્વારા પૂરા પાડવામાં આવતા ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ પણ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા.


ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની જાહેરાત ખુબ જ મોડી કરાઈ હતી. આ કારણે તેમને પ્રચાર-અભિયાન શરૂ કરવામાં ખુબ સમય લાગ્યો હતો.વળી ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચી શક્યું નહોતું પહોંચ્યું. તે ઉપરાંત ઉમેદવારને તેમની મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ મળ્યા નહોતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર જ રહી હતી. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર પણ રિપોર્ટમાં અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઉમેદવારોએ પણ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે