શશી થરૂર આપશે રાહુલ ગાંધીને પડકાર!, 17 ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની લડશે ચુંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 11:42:39

કોંગ્રેસ અધ્યક્ષ માટે યોજાનારી ચુંટણીમાં શશી થરૂર પણ રાહુલ ગાંધી સામે ચુંટણી લડે તેવી સંભાવના છે, જો કે તેમણે હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય કર્યો નથી. જો કે તે આ અંગે ખૂબ જલ્દી નિર્ણય લઈ શકે છે. આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ  માટે યૂંટણી યોજાવાની છે.


શશી થરૂરે મલયાલમ સમાચાર પત્ર માતૃભૂમિમાં એક લેખ લખીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે આહવાન કર્યું હતું. શશી થરૂરે તેમના આ લેખમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની અનેક સીટો ભરવા માટે પણ પાર્ટીએ ચુંટણીની જાહેરાત કરવી  જોઈએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને 2020માં પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માંગ કરનારા 23 નેતાઓના ગ્રૂપમાં થરૂર પણ સામેલ હતા.

થરૂરે કહ્યું કે પાર્ટીને સંપુર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે, જો કે તેમણે નેતૃત્વમાં જે ખાલી પદને ભરવા પર ભાર મુક્યો તેમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પ્રમુખ પદનો પણ સમાવેશ થાય છે.ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વિકારતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે જવાબદારી  નિભાવી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે