કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણીને અપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-14 11:03:58

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક બાદ એક પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કુલ 33 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.

મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરાયા 

ગુજરાતમાં દરેક પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. તે બાદ ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોના નામ બહાર પાડ્યા છે જેમાં અનેક ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે જ્યારે વડગામથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે. દરિયાપુરથી ગ્લાસુદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે જ્યારે જમાલપુર બેઠકથી ઈમરાન ખેડાવાલા, દાણી લીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડવાના છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.