કોંગ્રેસની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાની ના પાડી


  • Published By :
  • Published Date : 2022-11-05 16:22:49

ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાનો પ્રચાર કરી રહી છે. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું જેને કારણે રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 

Baldevji Thakor | Facebook

સુરેશ પટેલ નથી લડવા માંગતા ચૂંટણી  

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાનો પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી છે. પાંચ રૂટ પરથી આ યાત્રા નિકળી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન બળદેવજી ઠાકોરે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. માણસાના ધારાસભ્યે ખરાબ તબિયત હોવાને કારણે ચૂંટણી લડવાની ના પાડી છે. બળદેવજીએ પ્રાર્થના કરી કે તેઓ ચૂંટણી લડે. માણસામાંથી પંજો જીતવો જોઈએ. 

અનેક નેતાઓએ કર્યો છે પક્ષપલટો  

ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તે બાદ અનેક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રશીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અલવિદા કહેનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપમાંથી જય નારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે તે જોવું રહ્યું.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે