આ બેઠકો પર કોંગ્રેસે મેળવી જીત


  • Published By :
  • Published Date : 2022-12-09 09:30:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપને અંદાજીત 150 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 16 સીટો જ મળી છે. ભાજપ પોતાનો જ રેકોર્ડ આ વખતે તોડી રહી છે.  આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસના આ નેતાઓની જીત થઈ છે. 

Vav MLA Ganiben Thakor's Janata Red Case Has Taken A New Turn | વાવ  ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે સામે આવ્યો નવો વળાંક

ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પરથી મેળવી જીત

નવસારીના વાંસદાથી કોંગ્રેસના અનંત પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના પીયૂષ પટેલ તેમજ આપના પંકજ પટેલની હાર થઈ છે. જો પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે જ્યારે ભાજપના બાબુ બોખરિયાની હાર થઈ છે અને આપના ઉમેદવાર જીવન જુંગીની પણ હાર થઈ છે.  તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયાની જીત થઈ છે જેમની સામે ભાજપમાંથી ગૌતમ ચૌહાણ હતા અને આપમાં લાલુબેન ચૌહાણ હતા. ફરી એક વખત વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે જ્યારે ભાજપના શંકર ચૌધરી હતા અને આપમાંથી વીરચંદ ચાવડા હતા.

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

જીજ્ઞેશ મેવાણીનો વડગામથી થયો વિજય 

દાંતામાં કાંતિ ખરાડી જીત્યા છે, જ્યારે ભાજપના લાધુ પારઘી અને આપના એમ.કે.બોંબાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયાના હરાવ્યા છે. કાંકરેજમાંથી કોંગ્રેસના અમૃતભાઈ ઠાકોરે ભાજપ અને આપના ઉમેદવારને પરાસ્ત કર્યા છે. ભાજપના કીર્તિસિંહ વાઘેલા અને આપના મૂકેશ ઠક્કરને હરાવ્યા છે. જ્યારે ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત થઈ છે જ્યાં તેમણે દિલીપ ઠાકોર અને વિષ્ણુ પટેલની હાર થઈ છે. પાટણમાં કોંગ્રેસના કિરીટ કુમાર પટેલે ભાજપના રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરને હરાવ્યા છે. વીજાપુરમાં કોંગ્રેસના સી.જે ચાવડા જીત્યા છે જ્યારે રમણ પટેલ અને ચિરાગ પટેલ આ બેઠક પરતી હાર્યા છે. જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટ અને આપના હારુન નાગોરીને હરાવ્યા છે.

Gujarat : અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી  કાર્યકારી પ્રમુખ રહેશે | TV9 Gujarati

શૈલેષ પરમારનો દાણીલીમડાથી મેળવી જીત

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો છે જ્યારે ભાજપના નરેશ વ્યાસ અને આપના દિનેશ કાપડિયાનો પરાજય થયો છે. ખંભાતમાં કોંગ્રેસના ચીરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આપના ભરત ચાવડાને હરાવીને બેઠક પોતાને નામ કરી છે. આંકલાવમાં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢિયાર અને આપના ગજેન્દ્રસિંહને હરાવ્યા છે. ઉપરાંત લુણાવાડામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા છે અને તેમણે ભાજપના જીજ્ઞેશ સેવક અને આપના નટવર સોલંકીને પણ હરાવ્યા છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે