વધતા શાકભાજીના ભાવને લઈ કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, મોંઘવારી મુદ્દે ટ્વિટર પર સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-07-04 17:05:42

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર જોવા મળી રહી છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે લાફો મારી ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા 150-160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જ્યારે આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ભાવો દર્શાવવામાં આવી રહ્યા છે.

   

કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી મોંઘવારીને લઈ ટ્વિટ

અનેક વખત ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જોવા મળતું હોય છે. બંને પાર્ટીઓ એક બીજાની નિતિઓ, પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લઈ પ્રહાર કરતી હોય છે. જો કોંગ્રેસ દ્વારા કટાક્ષમાં કોઈ ટ્વિટ કરવામાં આવે છે તો ભાજપ તેનો વળતો જવાબ આપે છે. સામા પક્ષે પણ એવું જ છે. ત્યારે વધતી મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે.  

કોંગ્રેસે સંભળાવી 'મહેંગાઈ મેન કી કહાની'!

જ્યારે કોંગ્રેસના કાર્યલયમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી તે પહેલા શાકભાજીની ટોકરી લઈને આવ્યા હતા. તે સિવાય બીજી એક ટ્વિટમાં શાકભાજીના ભાવો લખવામાં આવ્યા છે. કયા શાકભાજી કઈ કિંમતે મળે છે. તે ઉપરાંત એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ ઓપશન તરીકે શાકભાજીને બતાવવામાં આવ્યું છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ તમારૂ શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે