મુખ્યમંત્રીના ચહેરાની વાત પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-10-29 15:36:02

ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. ત્યારે કોંગ્રેસ પોતાના મુદ્દાઓનો પ્રચાર નથી કરી રહ્યું પરંતુ બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાના રાજનૈતિક રોટલા સેકી રહી છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાને લઈ વિચારણા કરી રહી છે તેની પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી. અને મુખ્યમંત્રીની વાતો કરે છે.

જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી  શકશે? - BBC News ગુજરાતી

કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ - ઠાકોર

ભાજપ અને આમ આદમી પાર્ટી મોટા આયોજનો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી મોટા પાયે કોઈ જનસભાનું આયોજન નથી કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે આપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી છે. આ વાત પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. વ્યંગ કરતા તેમણે કહ્યું કે આપ પહેલા 182 ઉમેદવારોના નામ તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતવાની સ્થિતિમાં નથીને મુખ્યમંત્રીની વાતો કરો છો. કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ.     

કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ પણ પોતાના પ્રચાર માટે ગંભીર બની છે. જેમ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે તેમ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરી રહી છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવાની છે. ગુજરાતમાં 5 જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રમાં નીકળનારી આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી થવાનો છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે