કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:28:28

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર વટવા વિધાનસભા ક્ષેત્ર અને જમાલપુર ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. 


ઈમરાન ખેડાવાલા સામે NSUIનો વિરોધ

અમદાવાદના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રીપીટ કરતા વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માગણી છે કે ઈમરાન ખેડાવાલા ભલે સ્થાનિક હોય પણ તેમના સિવાય અન્ય વ્યક્તિને મોકો આપવામાં આવે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવા બદલ એનએસયુઆઈએ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ભરતસિંહ સોલંકીએ પાંચ કરોડમાં ટિકિટ વેંચી છે.  પ્રદેશ કાર્યાલય પર પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નામના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર સ્પ્રે છાંટીને લખાણો કર્યા હતા. કાર્યકર્તાઓની માગણી હતી કે જમાલપુર ખાડિયા પર ઈમરાન ખેડાવાલાની જગ્યાએ અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવામાં આવે.  


વટવાના સ્થાનિકોનો વિરોધ 

વટવા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. વટવા બેઠક પર બળવંતસિંહ ગઢવીની જગ્યાએ સ્થાનિક વ્યક્તિને ટિકિટ અપાય તેવી માગ સાથે વટવાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વટવા વિધાનસભા વિસ્તારના ચારસો જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે માગણી કરી હતી કે બળવંતસિંહ ગઢવીની જગ્યાએ તેમની પાર્ટી કોઈ અન્ય સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર બનાવે. બળવંતસિંહ ગઢવી બહારના વ્યક્તિ હોવાના કારણે સ્થાનિક લોકોએ રાજીનામા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે