ચૂંટણી ટાણે જ લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો, આ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-06 21:24:25


કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ અવારનવાર રાજકીય વર્તુળોમાં થતી રહી છે. જો કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોર પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લલિત વસોયા તેમની કટ્ટક પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપને ચૂંટણીમાં ફાયદો થાય તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. 


શું કહ્યું લલિત વસોયાએ?


વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે શરૂ કરેલી પરિવર્તન યાત્રા આજે ધોરાજી પહોંચી હતી. આ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધોરાજીમાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ધોરાજીની આ જનસભામાં જાહેરમંચ પરથી લલિત વસોયાએ લોકોને સંબોધતા કહ્યું  કે "જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે." લલિત વસોયાના આ નિવેદન બાદ સભામાં સોંપો પડી ગયો હતો અને નેતાજી આ શું બોલી ગયા તેવો ગણગણાટ શરૂ થયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે